સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023 પ્રકાશિત કરવામાં આવ્યો.

  • આ યાદીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ઈન્દોર શહેર પ્રથમ, આગ્રા બીજા ક્રમે, થાણે ત્રીજા ક્રમે, શ્રીનગર ચોથા ક્રમે, અને ભોપાલ પાંચમા ક્રમે રહ્યું.
  • આ યાદીમાં ઈન્દોરને 200 માંથી 187 અને ભોપાલના 181 પોઇન્ટ મળ્યા છે.
  • સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોને મજબૂત કરવા માટે, શહેરો રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમના ભાગ રૂપે ઓનલાઈન પોર્ટલ 'PRAN' શરૂ કરવામાં આવ્યું છે.
  • આ પ્લેટફોર્મમાં શહેરોને ઘન કચરો, રસ્તાની ધૂળ, બાંધકામ અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ, વાહનોના ઉત્સર્જન અને ઔદ્યોગિક પ્રદૂષણને લગતા પડકારોનું સંચાલન કરવા માટે અમલમાં મુકવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને પગલાંને આધારે આ રેન્કિંગ આપવામાં આવી છે. 
  • આ યાદીમાં ગુજરાતમાંથી વડોદરા 7માં, અમદાવાદ 8માં અને સુરત 13માં ક્રમે રહ્યું.
Clean Air Survey-2023

Post a Comment

Previous Post Next Post