- નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા મિઝોરમની રાજધાની આઈઝોલથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
- આ સાથે મિઝોરમ તેની રાજધાની આઈઝોલમાં ABDM માઈક્રોસાઈટ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.
- આ હેઠળ પ્રદેશમાં ખાનગી ક્લિનિક્સ, નાની હોસ્પિટલો અને પ્રયોગશાળાઓ સહિતની તમામ આરોગ્ય સુવિધાઓને ABDM- સક્ષમ બનાવવામાં આવશે અને દર્દીઓને ડિજિટલ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
- આ માઇક્રોસાઇટ્સ મુખ્યત્વે ABDM ના રાજ્ય મિશન ડિરેક્ટર્સ દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જ્યારે નાણાકીય સંસાધનો અને સમગ્ર માર્ગદર્શન NHA દ્વારા પ્રદાન કરવામાં આવશે.