ભારતમાં 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ'ની 1 થી 7 સપ્ટેમ્બર દરમ્યાન ઉજવણી કરવામાં આવશે.

  • આ સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ્ય યોગ્ય પોષણના મહત્વ અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં તેની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. 
  • અમેરિકન ડાયેટિક એસોસિએશન (હવે એકેડેમી ઑફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ)ના સભ્યો દ્વારા માર્ચ 1973માં ડાયેટિશિયનના વ્યવસાયને પ્રોત્સાહન આપતી વખતે લોકોને પોષણ શિક્ષણના સંદેશ વિશે શિક્ષિત કરવા નેશનલ ન્યુટ્રિશન વીકની શરૂઆત કરવામાં આવી હતી.
  • વર્ષ 1980માં, આ ઇવેન્ટને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળતા તે અઠવાડિયા થી મહિનાનો કરવામાં આવ્યો.
  • આ બાબતને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા વર્ષ 1982માં 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ'ની ઉજવણી શરૂ કરવામાં આવી.
  • આ અભિયાન નાગરિકોને પોષણના મહત્વ વિશે શિક્ષિત કરવા અને તંદુરસ્ત અને ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
National Nutrition Week

Post a Comment

Previous Post Next Post