ભારતીય વાયુસેના ઇજિપ્તમાં આયોજિત 'બ્રાઇટ સ્ટાર-23' કવાયતમાં ભાગ લેશે.

  • 'બ્રાઇટ સ્ટાર' એ ઇજિપ્તમાં આયોજિત દ્વિવાર્ષિક બહુપક્ષીય ત્રિ-સેવા કવાયત છે. 
  • ભારતીય વાયુસેના આ કવાયતમાં પ્રથમવાર ભાગ લઈ રહી છે. 
  • આ કવાયતનો ઉદ્દેશ્ય સંયુક્ત કામગીરીના આયોજન અને અમલીકરણની પ્રેક્ટિસ, વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા અને સરહદો પારના સંબંધોને પ્રોત્સાહિત કરવાનો છે. 
  • ઇજિપ્તમાં શરૂ થયેલી 21 દિવસની બહુપક્ષીય કવાયત કેરો એરબેઝ પર યોજવામાં આવી છે. 
  • આ કવાયતમાં યજમાન દેશ અને ભારત ઉપરાંત અમેરિકા, સાઉદી અરેબિયા, ગ્રીસ અને કતારની સેનાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
Indian Air Force makes its debut in Exercise BRIGHT STAR-23 in Egypt

Post a Comment

Previous Post Next Post