- આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાગરિકો તેમના વિસ્તારમાં કોલસાના ખાણકામ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરી શકશે.
- આ એપ કોલ માઈન સર્વેલન્સ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CMSMS) વેબ પોર્ટલ સાથે જોડાયેલ છે જેને ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ અને CMPDI, રાંચીના સહયોગથી વિકસાવવામાં આવી છે.
- આ આપનો ઉદ્દેશ્ય સ્પેસ ટેક્નોલોજી અને ઈ-ગવર્નમેન્ટની મદદથી ગેરકાયદે કોલસાના ખાણકામને રોકવાનો છે.
- આ એપ દ્વારા વપરાશકર્તાઓ ગેરકાયદેસર ખાણકામની ઘટનાઓની જાણ GPSનો ઉપયોગ કરીને ફોટાને જીઓટેગ કરીને કરી શકશે.
- આ ઉપરાંત ઘટનાનો અહેવાલ સબમિટ કર્યા પછી, ફરિયાદીને એક અનન્ય ફરિયાદ નંબર પ્રાપ્ત થાય છે જેના દ્વારા તેઓ એપ્લિકેશનમાં તેમની ફરિયાદોનું સ્ટેટસ ટ્રૅક કરી શકે છે.
- આ એપ Google Play Store અને iOS સપોર્ટેડ iPhones માટે Apple Store પર ઉપલબ્ધ છે.