- આ પોસ્ટ ઓફિસ કિશનગંગા નદીના કિનારે સ્થિત પિન કોડ નંબર-193224 ધરાવે છે. જે વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Control (LoC)) પર સ્થિત છે.
- અત્યાર સુધી આ સ્થળથી આગળ કોઈ ટપાલ વ્યવહાર ના હોવાથી તે દેશની છેલ્લી પોસ્ટ ઓફિસ તરીકે ગણાતી હતી પરંતુ હવે દેશની સરહદથી તેની શરૂઆત ગણીને તેને ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ તરીકે માન્યતા આપવામાં આવી છે.
- આ પોસ્ટ ઓફિસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી થોડાક મીટર દૂર આવેલી છે.
- આ પોસ્ટ ઓફિસ વર્ષ 1947 થી સક્રિય છે અને તેણે તેની સેવાઓ ક્યારેય બંધ કરી નથી.