પીએમ મોદીને ગ્રીસના 'Grand Cross of the Order of Honour' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓને ગ્રીસના રાષ્ટ્રપતિ દ્વારા એથેન્સમાં ગ્રીસ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ સન્માન આપવામાં આવ્યું. 
  • આ પુરસ્કાર એ ગ્રીસનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે ગ્રીસ સરકાર દ્વારા વિદેશી સરકારના વડા પ્રધાનને આપવામાં આવે છે.  
  • વડાપ્રધાન મોદી એવા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે જેમને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે.  
  • વર્ષ 2017 પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ વિદેશી વડાપ્રધાનને આ સન્માન આપવામાં આવ્યું છે.
  • ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ગ્રીસના રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનોને અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ કે જેમણે તેમના વિશિષ્ટ સ્થાનના કારણે, ગ્રીસના ગૌરવને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપ્યુ હોય તેને આપવામાં આવે છે.  
  • ઓર્ડર ઓફ ઓનરની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી.  
  • ગ્રાન્ડ ક્રોસમાં એક બેઝ આપવામાં આવે છે જે એક સુવર્ણ તારો છે જેના મધ્યમાં લાલ દંતવલ્ક મેડલિયન સાથે જીવંત છે આ મેડલિયનમાં ગ્રીક દેવી એથેનાની છબી અને "ફક્ત ન્યાયી લોકોનું સન્માન કરવું જોઈએ" શબ્દો અંકિત કરવામાં આવ્યા છે.  
  • વાદળી અને સફેદ રિબન પર બેજ ગળામાં પહેરવામાં આવે છે.
PM Modi honoured with Greece’s Grand Cross of the Order of Honour

Post a Comment

Previous Post Next Post