- રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ UPI-Lite વૉલેટ દ્વારા ઑફલાઈન ચુકવણી માટે મહત્તમ રકમ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી.
- હવેથી જ્યાં ઈન્ટરનેટ નથી અથવા નબળા સિગ્નલ છે ત્યાં લોકો હવે UPI Lite Wallet દ્વારા 500 રૂપિયા સુધીની ઑફલાઇન ચુકવણી કરી શકશે.
- નાના મૂલ્યના વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે, ઑફલાઇન ચુકવણી માટેની ઉપલી મર્યાદા વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.
- UPI લાઇટનો ઉપયોગ વધારવા માટે RBIએ ઓગસ્ટની શરૂઆતમાં NFC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઑફલાઇન વ્યવહારોની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
- આ નાણાકીય વ્યવહાર માટે UPI PIN ની જરૂર રહેશે નહિ.