- આસામ સરકાર દ્વારા 2 ઓક્ટોબરથી પોલિઇથિલિન ટેરેફ્થાલેટ (PET)થી બનેલી 1 લીટરથી ઓછી માત્રાની પીવાની પાણીની બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- આ માટે 23 ઓગસ્ટ 2023 ના રોજ, આસામ પર્યાવરણ અને વન વિભાગે એક સૂચના બહાર પાડવામાં આવી છે જે મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકને બનાવવા, ખરીદવા, વેચવા અને સ્ટોક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
- 1000 મિલીથી ઓછી ક્ષમતાની પ્લાસ્ટિકની પાણીની બોટલો પર પ્રતિબંધ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986ના દાયરામાં આવે છે. ઇન્ફોસિસ દ્વારા મહિલા ટેનિસ ચેમ્પિયન ઇંગા સ્વાઇટેકને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇન્ફોસિસ દ્વારા ટેનિસ ખેલાડી રાફેલ નડાલ સાથે પણ બ્રાન્ડ એમ્બેસેડર ભૂમિકા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- ઇંગા સ્વાઇટેક સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત અત્યાધુનિક ડેટા એનાલિટિક્સ અને વિડિયો ડેશબોર્ડ્સ બનાવવા માટે તથા ડિજિટલ ઇનોવેશન ચલાવવા અને વિશ્વભરની મહિલાઓને પ્રેરણા આપવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- 22 વર્ષીય ઇંગા સ્વાઇટેકે મહિલા ટેનિસમાં ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનવાના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ સાથે એપ્રિલ 2022 થી વિશ્વ નંબર 1 નું ટાઇટલ જાળવી રાખ્યું છે.