- રશિયાના માઉન્ટ એલબ્રસ 5,642 મીટર ઊંચાઇ ધરાવે છે આ શિખર સર કરનાર તેણી સૌથી યુવા માઉન્ટ ક્લાઇમ્બર બની.
- પંજાબના રૂપનગર જિલ્લાની સાનવીએ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર ભારતીય ધ્વજ લહેરાવ્યો છે તેણીએ ગયા વર્ષે સાત વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી અને આમ કરનારી તે દેશની સૌથી નાની છોકરી બની હતી.
- અગાઉ ગયા વર્ષે જુલાઈમાં તેણીએ 5,895 મીટરની ઊંચાઈ પર સ્થિત આફ્રિકન ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમંજારોને સફળતાપૂર્વક સર કર્યું હતું. તે સમયે તે માઉન્ટ કિલીમંજારો સર કરનાર એશિયાની સૌથી નાની છોકરી હતી.
- તેણીએ મે મહિનામાં ઑસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોસિયુઝ્કો (2,228 મીટર) સર કર્યું હતું આમ કરનાર પણ તે સૌથી યુવા માઉન્ટ ક્લાઇમ્બર બની.