- ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા ચીનના હાંગઝોઉમાં યોજાનાર એશિયન ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરવા માટે બે ધ્વજ ધારકો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- આ નિર્ણય મુજબ ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લોવલિના 23 સપ્ટેમ્બરથી શરૂ થનારી મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટમાં સંયુક્ત રીતે ભારતીય ટુકડીનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
- એશિયન ગેમ્સ 2023માં 655 એથ્લેટ દેશનું પ્રતિનિધિત્વ કરશે. એશિયન ગેમ્સમાં ભાગ લેનારી આ અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી બનશે.
- હરમનપ્રીત સિંહ વિશ્વના શ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર્સમાંથી એક ગણવામાં આવે છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનો ભાગ હતા.
- લોવલિના બોર્ગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બોક્સર છે જેઓએ આ વર્ષે નવી દિલ્હીમાં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 75 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.