હરિયાણા સરકાર દ્વારા અભિનેત્રી મીતા વશિષ્ઠની મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

  • મનોરંજન ઉદ્યોગ માટે નોંધપાત્ર વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મીતા વશિષ્ઠની હરિયાણા ફિલ્મ અને મનોરંજન નીતિના અમલીકરણની દેખરેખ કરતી ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.
  • તેઓ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા સતીશ કૌશિકનું સ્થાન લેશે.
  • મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલી આ અભિનેત્રીએ 43 ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો, વેબ સિરીઝ અને થિયેટર પ્રોડક્શન્સમાં ભૂમિકાઓ કરેલ છે.
  • તેઓએ National School of Drama (NSD), National Institute of Fashion Technology (NIFT), National Institute of Design (NID), Whistling Woods International (WWI) અને Film and Television Institute of India (FTII) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ કાર્ય કર્યું છે.
  • હરિયાણા ફિલ્મ અને મનોરંજન નીતિના અમલીકરણની દેખરેખ રાખવા માટે સ્થપાયેલી ગવર્નિંગ કાઉન્સિલ વ્યક્તિઓના વિવિધ જૂથથી બનેલી છે જેના સભ્યોમાં પ્રવાસન વિભાગના વહીવટી સચિવ, કલા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના વહીવટી સચિવ, રોહતકની સ્ટેટ યુનિવર્સિટી ઓફ પરફોર્મિંગ એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સના વાઇસ ચાન્સેલર અને મુખ્યમંત્રીના મીડિયા સલાહકારનો સમાવેશ થાય છે.
Haryana appoints Mita Vashisht as Chairperson of Governing Council of Haryana Film and Entertainment policy

Post a Comment

Previous Post Next Post