ભારત દ્વારા બિન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપવામાં આવી.

  • ભારત સરકાર દ્વારા ભૂટાન, મોરેશિયસ અને સિંગાપોર દેશોની માંગ અને તે દેશોમાં ખાધ સુરક્ષા જળવલી રહે તે માટે બિન-બાસમતી સફેદ ચોખાની મર્યાદિત માત્રામાં નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી.
  • આ આદેશ મુજબ ભૂટાનને 79,000 ટન, મોરેશિયસને 14,000 ટન અને સિંગાપોરને 50,000 ટન ચોખા નિકાસ કરી શકાશે.
  • ભારતમાં પૂરતા પ્રમાણમાં ચોખા મળી રહે તે માટે સરકાર દ્વારા 20 જુલાઈએ લાદવામાં આવેલો નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેમાં રાહત આપવામાં આવી છે પરંતુ પ્રતિબંધ યથાવત રાખવામા આવ્યો છે.
  • આ નિકાસ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ(NCEL) દ્વારા કરવામાં આવશે, જે એક સરકારી નિકાસ સંસ્થા છે જે કૃષિ પેદાશો અને સંલગ્ન વસ્તુઓની નિકાસ કરવા માટે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી.
Back India clears non-Basmati rice exports to Bhutan, Mauritius, Singapore

Post a Comment

Previous Post Next Post