મધ્યપ્રદેશનું 'Veerangana Durgavati Tiger Reserve' ભારતનું તેનું 54મું વાઘ રિઝર્વ બન્યું.

  • મધ્યપ્રદેશ સરકાર દ્વારા વીરાંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વનું અનાવરણ કર્યું છે, જે રાજ્યનું સાતમું અને ભારતનું 54મું વાઘ રીઝર્વ બન્યુ.
  • મધ્યપ્રદેશે વર્ષ 2022 ની વસ્તી ગણતરીમાં 'tiger state'નો દરજ્જો જાળવી રાખ્યો હતો, રાજ્યમાં વાઘની સંખ્યા વર્ષ 2018 માં 526 થી વધીને 785 થઈ હતી.
  • આ વાઘ રીઝર્વ કોર લગભગ 1,414 ચોરસ કિલોમીટર અને બફર ઝોનમાં 925.12 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે.
  • National Tiger Conservation Authority and Wildlife Institute of India દ્વારા આ વર્ષે જુલાઈમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ 'Status of Tigers: Co-predators & Prey in India-2022' મુજબ દેશમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશ (785) ધરાવે છે ત્યારબાદ કર્ણાટક (563) અને ઉત્તરાખંડ (560) છે.

Veerangana Durgavati Tiger Reserve

  • સ્થળ: વીરાંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ મધ્ય પ્રદેશના સાગર, દમોહ અને નરસિંહપુર જિલ્લામાં 2,339 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
  • અભયારણ્ય: આ ટાઈગર રિઝર્વમાં નૌરાદેહી વન્યજીવ અભયારણ્ય અને દુર્ગાવતી વન્યજીવ અભયારણ્યની અંદરના વિસ્તારોનો સમાવેશ થશે.
  • કોરિડોર: મધ્યપ્રદેશ સરકાર દ્વારા  Panna Tiger Reserve (PTR)ને દુર્ગાવતીથી જોડતો ગ્રીન કોરિડોર વિકસાવવામાં આવશે જેથી વાઘ કુદરતી રીતે નવા રિઝર્વમાં જઈ શકશે.
  • નદી: આ રિઝર્વના ભાગો નર્મદા અને યમુના નદીના અંતર્ગત આવે છે.
  • વનસ્પતિ: શુષ્ક પાનખર પ્રકાર તેમજ મુખ્ય ફ્લોરલ તત્વોમાં સાગ, સાજા, ધૌરા, બેર, આમળા વગેરેનો સમાવેશ થાય છે.
  • પ્રાણીસૃષ્ટિ: વાઘ, ચિત્તો, વરુ, શિયાળ, ભારતીય શિયાળ, પટ્ટાવાળી હાયના, નીલગાય, ચિંકારા, ચિતલ, સાંભર, કાળા હરણ, ભસતા હરણ, સામાન્ય લંગુર, રીસસ મકાક વગેરેનો સમાવેશ થાય છે.
Veerangana Durgavati Tiger Reserve

Post a Comment

Previous Post Next Post