- ભારતીય વાયુસેનાને યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ તરફથી તેનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળ્યું.
- આ વિમાન 15 સપ્ટેમ્બરે ભારત પહોંચશે.
- પ્રથમ C 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્પેનમાં ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું છે.
- આ વિમાન માત્ર 320 મીટરના અંતરે જ ટેક-ઓફ કરી શકે છે અને તેને ઉતરાણ માટે માત્ર 670 મીટર લંબાઈની જરૂર પડે છે.
- આ વિમાન ભારત-ચીન સરહદ નજીક લદ્દાખ, કાશ્મીર, આસામ અને સિક્કિમ જેવા પર્વતીય વિસ્તારોમાં વાયુસેનાના ઓપરેશનમાં ભાગ લઈ શકે છે.
- આ વિમાન 5 થી 10 ટન વજન વહન કરી શકે છે જેમાં એરક્રાફ્ટ એક સમયે 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ લઈ શકે છે.
- આ વજન સાથે આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ 480 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 11 કલાક સુધી ઉડી શકે છે.
- આ શ્રેણીનું 17મું એરક્રાફ્ટ વર્ષ 2026માં ભારતના ગુજરાત રાજ્યના વડોદરામાં બનાવવામાં આવશે.
- ભારત દ્વારા યુરોપીયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે સપ્ટેમ્બર 2021માં આશરે રૂ. 21,935 કરોડના કુલ 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે કરાર કરવામાં આવ્યા હતા.
- C295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના Avro-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે.
- C295 એરક્રાફ્ટનો ઉપયોગ લશ્કરી સાધનો અને પુરવઠો પહોંચાડવા માટે થાય છે આ વિમાન એવા સ્થળોએ પણ પહોંચી શકે છે જ્યાં ભારે પરિવહન વિમાન દ્વારા પહોંચી શકાતું નથી.
- પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આગરા એરબેઝમાં તૈનાત કરવામાં આવશે.
- Tata Advanced Systems વર્ષ 2024ના મધ્ય સુધીમાં C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરશે. ભારતમાં પ્રથમ સ્વદેશી C-295 એરક્રાફ્ટ વર્ષ 2026માં તૈયાર થઈ જશે.
- એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000થી વધુ સ્વદેશી ભાગોનું ઉત્પાદન કરવામાં આવશે અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે.