કર્ણાટક સરકાર દ્વારા ગીગ કામદારો માટે ‘Gig Workers Insurance Scheme’ શરૂ કરવા આવી.

  • કર્ણાટક સરકાર દ્વારા પ્લેટફોર્મ આધારિત ગીગ કામદારોના હિત અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી જેમાં રૂ. 4 લાખના સમૃદ્ધ વીમા પેકેજનો સમાવેશ થાય છે, જેમાં રૂ. 2 લાખનો જીવન વીમો અને રૂ. 2 અકસ્માતના વીમાનો સમાવેશ થાય છે.
  • આ મહત્વપૂર્ણ પગલાનો અપેક્ષિત લાભ આશરે 2.3 લાખ ગીગ વર્કર્સને મળવાની અપેક્ષા છે જેઓ સ્વિગી, ઝોમેટો જેવા વિવિધ પ્લેટફોર્મ્સ અને એમેઝોન, ફ્લિપકાર્ટ અને બિગબાસ્કેટ જેવા અગ્રણી ઈ-કોમર્સ જાયન્ટ્સ સાથે સક્રિયપણે જોડાયેલા છે.
  • ‘Karnataka State Gig Workers Insurance Scheme’ નામની નવી શરૂ કરાયેલ પહેલ તાત્કાલિક અસરથી કર્ણાટક રાજ્ય અસંગઠિત કામદારો સામાજિક સુરક્ષા બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવશે.  આ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શ્રમ કાયદા હેઠળ કામદારોને જરૂરી સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
  • આ યોજના હેઠળ સક્રિય ગીગ વર્કર્સને ડ્યુટી પર હોય કે ના હોય તો પણ અકસ્માતના કેસમાં 1 લાખ રૂપિયા સુધીના હોસ્પિટલના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે.
  • પાત્રતા ધરવતાં વ્યક્તિઓએ અકસ્માત અથવા મૃત્યુના એક વર્ષની અંદર તેમની અરજી સબમિટ કરવી આવશ્યક રહેશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ગીગ કામદારોએ સરકારના અધિકૃત વેબ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.
  • વધુમાં લાભાર્થીઓના કાનૂની વારસદારો અને અપરિણીત કામદારોના ભાઈ-બહેનો વળતર મેળવવા પાત્રતા ધરાવશે. 
  • આ વ્યક્તિઓ ઇ-શ્રમ ઓળખ કાર્ડ નંબર સહિતના જરૂરી દસ્તાવેજો સાથે સેવા સિંધુ પોર્ટલ દ્વારા સરળતાથી લાભો માટે અરજી કરી શકશે.
Karnataka Gig Workers Insurance Scheme Launched

Post a Comment

Previous Post Next Post