- આ સત્રના પ્રથમ દિવસે જ જૂના સંસદ ભવનનું નામ બદલીને ‘સંવિધાન સદન’ કરવામાં આવ્યું.
- જૂના સંસદ ભવનનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921ના રોજ કરવામાં આવ્યો હતો.
- તેને બ્રિટિશ આર્કિટેક્ટ્સ સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાયેલ અને તેનું કામ વર્ષ 1927માં પૂર્ણ થયેલ.
- ભારતનું નવું સંસદ ભવન ત્રિકોણ આકારમાં બનાવવામાં આવ્યું છે.
- આ ભવન 64,500 ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલું છે અને ચાર માળ ધરાવે છે.
- નવા સંસદ ભવનમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર એમ કુલ ત્રણ મુખ્ય દરવાજા છે.
- આ ભવનમાં VIP, સાંસદો અને મુલાકાતીઓ માટે અલગ પ્રવેશદ્વાર બનાવાવમાં આવ્યા છે.
- આ ભવનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભીમરાવ આંબેડકર અને ચાણક્યની ગ્રેનાઈટની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
- નવા સંસદ ભવનની સૌથી આકર્ષક વિશેષતા તેનું બંધારણ હોલ છે, જે ભવનના મધ્યમાં સ્થિત છે. તેના પર અશોક સ્તંભ લગાવવામાં આવ્યો છે, આ હોલમાં બંધારણની કોપી રાખવામાં આવશે.
- નવા સંસદ ભવનમાં દેશમાં પૂજાતા પ્રાણીઓ જેમાં ગરુડ, ગજ, અશ્વ અને મગર વગેરેની મૂર્તિઓ મૂકવામાં આવી છે.
- આમાં ત્રણ ગેલેરી હશે જે ભારતના ઐતિહાસિકથી આધુનિક યુગમાં યાત્રા કરાવશે.
- નવા સંસદ ભવનની ઇન્ટિરિયર થીમ તરીકે કમળ, મોર અને વડનું વૃક્ષ ત્રણ રાષ્ટ્રીય પ્રતીકો છે.
- નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું છે.
- આ સાથે જ એમ.કે.ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને દેશના મહાન વડાપ્રધાનોની મોટી તસવીર પણ મૂકવામાં આવી છે.
- સંસદ ભવનના લોકસભા ચેમ્બરમાં 888 અને રાજ્યસભા ચેમ્બરમાં 300 સભ્યો આરામથી બેસી શકશે.
- બંને ગૃહોની સંયુક્ત બેઠકના કિસ્સામાં લોકસભા ચેમ્બરમાં કુલ 1,280 સભ્યો બેસી શકશે. જૂના સંસદ ભવનમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 240 સભ્યોની વ્યવસ્થા હતી.
- નવું સંસદ ભવન ભારતના લોકશાહીના ઇતિહાસને ઉજાગર કરવા માટે નવા બિલ્ડીંગમાં ભવ્ય બંધારણ હોલ, સંસદ સભ્યો માટે એક લાઉન્જ, લાયબ્રેરી, ડાઇનિંગ હોલ અને પાર્કિંગની જગ્યા પણ છે.