- આ જાહેરાત Film Federation of India દ્વારા કરવામાં આવી.
- જુડ એન્થોની જોસેફ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ '2018: Everyone is a Hero' કેરળના પૂર પર આધારિત મલયાલમ ફિલ્મ છે જે 2024માં એકેડેમી એવોર્ડ્સ અથવા ઓસ્કરમાં તેની સત્તાવાર એન્ટ્રી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
- આ ફિલ્મમાં ટોવિનો થોમસ, કુંચકો બોબન, તન્વી રામ અને અપર્ણા બાલામુરલી જેવા પ્રતિભાશાળી કલાકારોએ કામ કરેલ છે.