- તેઓ ભારતના લોકપ્રિય વૈજ્ઞાનિક અને ભારતમાં હરિયાળી ક્રાંતિ (Green Revolution)ના નેતા માનવામાં આવે છે.
- 18 નવેમ્બર 2004ના રોજ 'Swaminathan Commission'ની રચના કરવામાં આવી હતી.
- આ કમિશનનું નામ 'રાષ્ટ્રીય ખેડૂત આયોગ' છે અને તેના અધ્યક્ષ એમ એસ સ્વામીનાથન હતા. તેમના નામ પરથી આ કમિશનનું નામ સ્વામીનાથન કમિશન રાખવામાં આવ્યું.
- લાંબા સમય સુધી ખેડૂતોની સમસ્યાઓને સમજ્યા બાદ આ કમિશને કેન્દ્ર પાસેથી કૃષિ ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ સુધારાની માંગણી કરી હતી.
- 7 ઓગસ્ટ, 1925ના રોજ જન્મેલા માનકોમ્બુ સામ્બાસિવન સ્વામીનાથનને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા 'Father of Economic Ecology' તરીકે વર્ણવવામાં આવ્યા છે.
- તેમણે પંજાબની ઘઉંની સ્થાનિક જાતો સાથે મેક્સિકોના બીજનું મિશ્રણ કરીને વર્ષ 1966માં ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના સંકર બીજનો વિકાસ કર્યો હતો જેના કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મોટો વધારો થયો હતો.
- તેમને વર્ષબ1967માં 'પદ્મશ્રી', વર્ષ 1972માં 'પદ્મ ભૂષણ' અને વર્ષ 1989માં 'પદ્મ વિભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા.
- તેઓને વર્ષ 1987માં પ્રથમ વર્લ્ડ ફૂડ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો. જેને કૃષિ ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન તરીકે જોવામાં આવે છે.
- તેમને મળેલા અન્ય એવોર્ડમાં આ સિવાય વર્ષ 1971માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ અને વર્ષ 1986માં વિજ્ઞાન માટે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ પ્રાઈઝનો સમાવેશ થાય છે.
- ઉપરાંત તેઓએ 1972 થી 1979 સુધી ભારતીય કૃષિ સંશોધન પરિષદમાં અને 1982 થી 1988 સુધી આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થામાં ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી હતી.