વડાપ્રધાન દ્વારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર 'યશોભૂમિ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • India International Convention and Expo Centre (IICC)એ વિશ્વનું સૌથી મોટું MICE (Meetings, Incentives, Conferences, and Exhibitions) કેન્દ્ર દિલ્હીમાં દ્વારકા ખાતે બનાવવામાં આવ્યું છે.
  • 'YashoBhoomi' લગભગ 5400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ છે જે દરેક આધુનિક સુવિધાથી સજ્જ છે.
  • યશોભૂમિ વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન હોલમાંથી એક છે.
  • 1.07 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ એક્ઝિબિશન હોલનો ઉપયોગ કોન્ફરન્સ, ટ્રેડ ફેરો અને બિઝનેસ ઈવેન્ટ્સ યોજવા માટે કરવામાં આવશે.
  • તેમાં મીડિયા રૂમ, VVIP લાઉન્જ, માહિતી કેન્દ્ર અને ટિકિટિંગ કાઉન્ટર, મુખ્ય ઓડિટોરિયમ, ભવ્ય બૉલરૂમ, 15 સંમેલન રૂમ અને 13 મીટિંગ હોલનો સમાવેશ થાય છે.
  • તેમાં કુલ 11,000 પ્રતિનિધિઓ માટે બેઠક વ્યવસ્થા છે.
  • કન્વેન્શન સેન્ટરમાં દેશનો સૌથી મોટો LED મીડિયા ફેસ પણ છે.
PM Modi inaugurates convention centre 'YashoBhoomi' in Dwarka, Delhi

Post a Comment

Previous Post Next Post