- આ નવા શોધાયેલ આઠમા ખંડનું નામ Zealandia છે જે લગભગ 94% સમુદ્રની નીચે છે. જ્યારે 6% પાણીની બહાર છે, જેમાં ન્યુઝીલેન્ડ જેવા થોડાક ટાપુઓ તેની સમુદ્રની ઊંડાઈથી બહાર નીકળ્યા છે.
- વૈજ્ઞાનિકો દ્વારા ઝીલેન્ડિયા ખંડનો નવો નકશો જાહેર કરવામાં આવ્યો.
- આ નવા ખંડની શોધ કરનારા વૈજ્ઞાનિકો મુજબ ઝીલેન્ડિયા ખંડ ગોંડવાના નામના સુપરકોન્ટિનેન્ટનો ભાગ હતો. ઝીલેન્ડિયા 105 મિલિયન વર્ષો પહેલા ગોંડવાનાથી અલગ થયું હતું.
- ઝીલેન્ડિયાએ 1.89 મિલિયન ચોરસ માઇલ (4.9 મિલિયન ચોરસ કિમી)નો વિશાળ ખંડ છે, જે મેડાગાસ્કર કરતાં લગભગ છ ગણો મોટો છે.
- ઉલ્લેખનીય છે કે તેની શોધ વર્ષ 2017માં જ થઈ હતી પરંતુ આ વખતે વૈજ્ઞાનિકો દ્વારા તેનો નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે.
- આ ખંડની શોધ સૌપ્રથમ Dutch sailor Abel Tasman દ્વારા વર્ષ 1642માં કરવામાં આવી હતી પરંતુ તે આ ખંડ સુધી પહોંચી શક્યા ન હતા.