ચીનના હોંગઝોઉ ખાતે 19મી એશિયન ગેમ્સ સમાપ્ત થઇ.

  • આ રમતોત્સવ 23 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર દરમિયાન યોજાયો હતો જેમાં કુલ 40 રમતની 481 ઇવન્ટ યોજાઇ હતી. 
  • 19મી એશિયન ગેમ્સમાં મેડલની દૃષ્ટિએ પ્રથમ સ્થાન ચીનનું છે જેણે કુલ 383 મેડલ જીત્યા છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર જાપાન (188), દક્ષિણ કોરિયા (190), ભારત (107), ઉઝબેકિસ્તાન (71), ચાઇનીઝ તાઇપેઇ (67), ઇરાન (54), થાઇલેન્ડ (58), બેહરીન (20) તેમજ ઉત્તર કોરિયા (39)નો સમાવેશ થાય છે. 
  • ભારતે સૌપ્રથમવાર આ રમતમાં 100થી વધુ મેડલ્સ મેળવ્યા છે જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર તેમજ 41 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. 
  • આ એશિયન ગેમ્સમાં ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ 29 મેડલ્સ મેળવ્યા હતા. 
  • ઉલ્લેખનીય છે કે, 19મી એશિયન ગેમ્સમાં ભારતની સિદ્ધિ એ પ્રથમ વખત છે કે દેશે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ સહિતની ત્રણ મોટી મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં 101 મેડલના નોંધપાત્ર બેન્ચમાર્કને પાર કર્યો છે. 
  • એશિયન ગેમ્સની શરુઆત વર્ષ 1951થી થઇ હતી જેમાં દર ચાર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. 
  • આગામી રમતનું આયોજન વર્ષ 2026માં જાપાનના નાગોયા ખાતે કરવામાં આવનાર છે.
  • ભારત તરફથી પ્રખ્યાત હોકી ખેલાડી પી.આર. શ્રીજેશને ભારતના ધ્વજવાહક તરીકે હતા.
  • સમાપન સમારોહમાં એશિયન ગેમ્સનો ધ્વજ, વર્તમાન ધ્વજ અને મશાલનું આગામી યોજાનાર દેશમાં અધિકૃત હસ્તાંતરણ કરવામાં આવે છે જે અન્વયે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) ના વચગાળાના પ્રમુખ રાજા રણધીર સિંહે આ પ્રતીકો જાપાની પ્રતિનિધિમંડળને સોંપવામાં આવ્યા.
The 19th Asian Games concluded at Hangzhou, China.

Post a Comment

Previous Post Next Post