- ભારતના નૌકાદળ બાદ એર ફોર્સ દ્વારા પણ 72 વર્ષ બાદ પોતાના નવા ઝંડાનું અનાવરણ કરાયું છે.
- એરફોર્સના નવા ધ્વજના ચોથા ભાગમાં ભારતનો રાષ્ટ્રધ્વજ છે જ્યારે અન્ય અડધા ભાગમાં તિરંગુ વર્તુળ તેમજ એરફોર્સનો લોગો સામેલ છે.
- ભારતીય હવાઇ દળની સ્થાપના 8મી ઑક્ટોબર, 1932ના રોજ "ઇન્ડિયન એરફોર્સ" તરીકે થઇ હતી.
- વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધમાં આ એરફોર્સની કામગીરી બાદ તેનું નામ બદલીને "રોયલ ઇન્ડિયન એરફોર્સ - RIAF" કરવામાં આવ્યું હતું.
- ભારતની આઝાદી બાદ વર્ષ 1950માં આ નામમાંથી રૉયલ શબ્દને હટાવી તેનું નામ Indian Air Force (IAF) કરવામાં આવ્યું હતું.