- આ હુમલો ગાઝાના આતંકવાદી સંગઠન હમાસે કર્યો છે જેમા તેણે કરેલા દાવા મુજબ ઇઝરાયલ પર 5000થી વધુ રોકેટ છોડ્યા છે!
- આ હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાને હમાસ વિરુદ્ધ યુદ્ધની તેમજ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે અને હમાસ વિરુદ્ધ Operation Al-Aqsa Storm શરુ કરી દીધુ છે.
- આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇઝરાયલના 350થી વધુ નાગરિકોના મૃત્યું થઇ ચુક્યા છે.
- ઉલ્લેખનીય છે કે ઇઝરાયલની સૌથી ભરોસાપાત્ર એર ડિફેન્સ સિસ્ટમ (The Iron Dome) છેલ્લા પાંચ મહિનામા બીજી વાર નિષ્ફળ સાબિત થઇ છે.
- ભારતે પણ રશિયા પાસેથી વર્ષ 2018માં 5.4 બિલિયન ડોલરના ખર્ચે S-400 Triumf Missile System ખરીદી હતી જેમાંથી ત્રણ મિસાઇલ સિસ્ટમ ભારતને સોંપાઇ ચુકી છે તેમજ બે સિસ્ટમની ડિલીવરી બાકી છે.
- ભારતે આ હુમલાની નિંદા કરી ઇઝરાયલની સાથે હોવાની જાહેરાત કરી છે.
- ઉલ્લેખનીય છે કે ભારતે 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ઇઝરાયલને માન્યતા પ્રદાન કરી હતી તેમજ 29 જાન્યુઆરી, 1992થી ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધોની શરુઆત કરી હતી.
- ઇઝરાયલ અને ગાઝા વચ્ચે અગાઉ વર્ષ 2021માં પણ તંગદીલી સર્જાઇ હતી જે 11 દિવસ ચાલી હતી.
- આ યુદ્ધમાં પણ ઇઝરાયલ પર 4000થી વધુ મિસાઇલ્સ ફાયર કરવામાં આવી હતી પરંતુ તે સમયે ઇઝરાયલની Iron Dome Defence System એ મોટાભાગની મિસાઇલ્સને હવામાં નષ્ટ કરીને ઇઝરાયલને બચાવ્યું હતું.
અન્ય બેકગ્રાઉન્ડ
- ઇઝરાયલમાં છેલ્લા ઘણા દિવસોથી ન્યાયિક સુધારણા બિલ બાબતે વિરોધ પ્રદર્શન ચાલુ હતા જેના ભાગ રુપે વિશ્વભરની ઇઝરાયલની એમ્બેસીઓને પણ બંધ કરવામાં આવી હતી.
- આ બિલે ઇઝરાયલને ઘણા ખરા અંશે બે ભાગમાં વહેંચી દીધુ હતું.
- વર્ષ 2022માં ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન નફ્તાલી બેનેટે ઇઝરાયલ પર બહારથી થતા રૉકેટ હુમલાઓથી બચવા માટે લેઝર વૉલ બનાવવાની જાહેરાત પણ કરી હતી.