ચૂંટણી પંચ દ્વારા અભિનેતા રાજકુમાર રાવને 'National Icon' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • Election Commission (EC) દ્વારા મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા અગ્રણી ભારતીયો (prominent Indians)ને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
  • અભિનેતા રાજકુમાર રાવ હિન્દી ફિલ્મ 'Newton' માં એક સિદ્ધાંતવાદી સરકારી કારકુન તરીકેની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત છે. જે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ચૂંટણીઓનું સંચાલન કરવા માટે કામ કરે છે.
  • આ ફિલ્મને હિન્દીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો ઉપરાંત 90મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણી માટે ભારતમાંથી આ ફિલ્મ સિલેક્ટ થઈ હતી.
  • ઉલ્લેખનીય છે કે દેશના ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે જેમાં છત્તીસગઢમાં 7મી અને 17મી નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને તેલંગાણામાં અનુક્રમે 17મી અને 30મી નવેમ્બરે મતદાન થવાનું છે. તેમજ રાજસ્થાનમાં 25મી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે.
EC Makes Rajkummar Rao National Icon

Post a Comment

Previous Post Next Post