Claudia Goldinને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2023 આપવામાં આવ્યો.

  • આલ્ફ્રેડ નોબેલ 2023ની યાદમાં Economics માં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કાર Claudia Goldin ને 'Advanced our understanding of Women's Labour Market Outcomes' એનાયત કરવામાં આવ્યો.
  • તેણીનું સંશોધન પરિવર્તનના કારણો તેમજ બાકી રહેલા લિંગ તફાવતના મુખ્ય સ્ત્રોતો દર્શાવે છે.
  • વર્ષ 1946 માં  New York, NY, USA માં જન્મેલા તેઓ હાલમાં  હાર્વર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ, એમએ, યુએસએમાં પ્રોફેસર છે.
  • વર્ષ 1968 માં Sveriges Riksbank (સ્વીડનની મધ્યસ્થ બેંક) એ નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલની યાદમાં આ પુરસ્કારની સ્થાપના કરી હતી.
  • વર્ષ 1969 થી 2022 દરમિયાન કુલ 92 વ્યક્તિઓને અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત કરવામાં આવ્યો છે. 
  • જેમાં સૌથી નાની વયની આર્થિક વિજ્ઞાન વિજેતા એસ્થર ડુફ્લો છે, જેને વર્ષ 2019 માં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે 46 વર્ષની હતી. 
  • આજ સુધીના સૌથી વૃદ્ધ વિજેતા લિયોનીડ હર્વિક્ઝ છે, જેઓને વર્ષ 2007માં એનાયત આ પુરસ્કાર અપાયો હતો ત્યારે તેઓ 90 વર્ષના હતા. 
  • અર્થશાસ્ત્રનો મેડલ સ્વીડિશ કલાકાર અને શિલ્પકાર ગુન્વર સ્વેન્સન-લંડક્વીસ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે રોયાના ઉત્તર તારાનું પ્રતીક દર્શાવે છે.
Nobel Economics Prize 2023 awarded to Claudia Goldin

Post a Comment

Previous Post Next Post