ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું 97 વર્ષની વયે નિધન.

  • તેઓ બાળ સામયિક ઝગમગના તંત્રી હતાં. 
  • વર્ષ 1952 થી શરુઆત કરીને અત્યાર સુધીમાં તેઓ દ્વારા 2000થી પણ વધારે વાર્તાઓ લખવામાં આવી છે.
  • તેમનાં જાણીતા પુસ્તકોમાં કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ, અવકાશી ઉલ્કાપાત, મહાસાગરની મહારાણી, લોકલાડીલી લોક-કથાઓ, પાંદડે-પાંદડે વાર્તા, ઝમક-ચમક કથાઓ, ચોવીસ ગુરૂનો ચેલો, ગુલીવર્સ ટ્રાવેલ્સ, નારદ વાણીનો સમાવેશ થાય છે.
  • તેમના પુસ્તક કચ્ચુ-બચ્ચુનો સાત ભાષાઓમાં અનુવાદ થયેલ છે. 
  • આ ઉપરાંત તેમણે રચેલી હર્ક્યુલીસ લેખમાળા અને યુધ્ધકથા લડાખના લડવૈયા ખુબજ લોકપ્રિય થઈ હતી. 
  • બાળકો માટે એક રૂપિયામાં વાર્તાનું પુસ્તક મળે એ રીતે તેમણે પુસ્તકો પણ છપાવ્યા હતા. 
  • તેઓએ બાળસંદેશ, ઝગમગ અને સુરતથી પ્રગટ થતા ગુજરાત મિત્રમાં બાળ વિભાગનું સંપાદન કર્યું હતું.
  • બાળકોમાં લોકપ્રિય થયેલું ટારઝન કિશોરીનું સર્જન તેઓએ કર્યું હતું.
Gujarati Children's Writer Harish Nayak Passed Away At The Tender Age Of 97

Post a Comment

Previous Post Next Post