હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક 'Healthway' શરૂ કરવામાં આવ્યો.

  • Healthway નામનો આ નવીન ટ્રેક વૈશ્વિક સ્તરે આ પ્રકારનો બીજો ટ્રેક છે. વિશ્વનો પ્રથમ સોલર પેનલ સાયકલિંગ ટ્રેક સાઉથ કોરિયાના સિયોલથી બુસાન શહેર સુધી બનાવવામાં આવ્યો છે. 
  • આ ટ્રેક  Main Carriageway અને Service Road વચ્ચે Outer Ring Road (ORR) સાથે સ્થિત છે તેની કુલ લંબાઈ 23 કિલોમીટર છે અને તેમાં બે વિભાગો છે: 8.5 કિલોમીટરની ગુલાબી રેખા અને 14.5 કિલોમીટરની વાદળી રેખા.
  • આ ટ્રેક ત્રણ લેન પહોળો છે. જે 4.5 મીટરનો છે અને દરેક બાજુએ 1 મીટર લીલી જગ્યા છે.
  • સાઇકલિંગ ટ્રેકને સાઇકલ સવારો અને મુલાકાતીઓ માટે હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં પર્યાપ્ત પાર્કિંગ જગ્યા, સર્વેલન્સ કેમેરા, ફૂડ કોર્ટ, પીવાનું પાણી, પ્રાથમિક સારવાર સુવિધાઓ અને શૌચાલય જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. 
  • વધુમાં મુલાકાતીઓના અનુભવને વધારવા માટે સાયકલ રિપેર કરવાની દુકાનો, સાયકલ ડોકીંગ સ્ટેશન, ભાડાની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
  • ટ્રેક પર કુલ 16,000 સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ સૌર પેનલ્સ 16 મેગાવોટ (MW) વીજળી ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ રાત્રે ટ્રેકને પ્રકાશિત કરવા અને સાઇકલ સવારોને સૂર્ય, વરસાદ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓથી રક્ષણ પૂરું પાડવા માટે થશે.
India’s First Solar Cycling Track

Post a Comment

Previous Post Next Post