- Indian Ocean Rim Association (IORA) એ 23 સભ્ય દેશો અને આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને ઓશનિયાના 11 સંવાદ ભાગીદારોની આંતર-સરકારી સંસ્થા છે.
- તેની સ્થાપના વર્ષ 1997માં પ્રાદેશિક સહકાર અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.
- IORA કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠકએ એસોસિએશનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. જેની બેઠક IORA પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા અને નક્કી કરવા માટે દર વર્ષે યોજાય છે.
- શ્રીલંકા આગામી બે વર્ષ માટે IORAના અધ્યક્ષનું પદ સંભાળશે.
- ભારત દ્વારા IORA સભ્ય દેશો અને સંવાદ ભાગીદારો સાથે રસ ધરાવતા જહાજો અંગેની દરિયાઈ માહિતી આપવામાં આવશે જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સહયોગ વધારવામાં મદદ કરશે.
- IORA બેઠક આ ક્ષેત્રના દેશોને તેમની ચિંતાઓ પર ચર્ચા કરવા અને દરિયાઈ સુરક્ષા અને અન્ય મુદ્દાઓ પર સહયોગ કરવાની તક પૂરી પાડે છે.
- ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા દ્વારા તામિલનાડુના નાગાપટ્ટિનમને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં કંકેસન્થુરાઈ સાથે જોડતી લાંબા સમયથી પડતર ફેરી સેવા શરૂ કરવામાં આવનાર છે જેનાથી બંને દેશો વચ્ચે સંપર્ક વધારવામાં અને વેપાર અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
