ભારત-શ્રીલંકા ફેરી સર્વિસ ચાર દાયકા પછી ફરી શરૂ કરવામાં આવી.

  • તમિલનાડુના નાગાપટ્ટિનમથી ઉત્તર શ્રીલંકાના જાફનામાં કનકેસન્થુરાઈ સુધીની પેસેન્જર ફેરી સેવા 'Cheriyapani' ફેરીનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • આ પહેલનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો, પ્રવાસનને વેગ આપવાનો અને બંને કિનારા પરના સ્થાનિક વેપારીઓને લાભ આપતા લોકો-થી-લોકોના સંબંધો (People-to-People Relations) વધારવાનો છે.
  • આ હાઇ-સ્પીડ ક્રાફ્ટની વન-વે ટિકિટની કિંમત અંદાજે રૂ. 7,670 છે, જેમાં પેસેન્જર દીઠ 40 કિલો સુધીના ઉદાર સામાન ભથ્થાં લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે.
  • આ ફેરી સવારના 7 વાગ્યે નાગાપટ્ટિનમથી સફર શરૂ થઈ સવારે 11 વાગ્યે કનકેસંથુરાઈ પહોંચશે અને પરત 1.30 વાગ્યે થઈ સાંજે 5.30 વાગ્યે નાગાપટ્ટિનમ પહોંચશે.
  • Indo-Ceylon Express અથવા Boat Mail ચેન્નાઈ અને કોલંબો વચ્ચે વર્ષ 1900 થી 1982 સુધી થૂથુકુડી બંદર દ્વારા સંચાલિત હતી જે સેવાઓ શ્રીલંકામાં ગૃહયુદ્ધને કારણે સ્થગિત કરવામાં આવી હતી.
  • ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સેવાઓ ફરી શરૂ કરવાના પ્રયાસ વર્ષ 2009માં ગૃહયુદ્ધના અંત પછી શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ 2011માં દરિયાઈ માર્ગે પેસેન્જર પરિવહન સંબંધિત સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને સામાન  સેવા શરૂ કરવામાં આવી હતી જે નબળા પ્રતિસાદને કારણે છ મહિનાથી વધુ ચાલી ન હતી.
  • ઉલ્લેખનીય છે કે તમિલનાડુ મેરીટાઇમ બોર્ડ હેઠળના નાગાપટ્ટિનમ બંદરને તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રાલયના 8 કરોડ રૂપિયાના ભંડોળ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું હતું.
India-Sri Lanka Ferry Service Reopens After Four Decades

Post a Comment

Previous Post Next Post