- આ ઇવેન્ટ માટે ભારતીય નૌકાદળ દ્વારા સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ પ્રા.લિ. સાથે કરાર કરવામાં આવ્યો છે.
- ઓટોનોમસ વેપનાઇઝ્ડ બોટ સ્વોર્મ્સ નો વિકાસ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ પ્રા.લિમિટેડ ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ (iDEX) DISC 7 પ્રોગ્રામના SPRINT(Supporting Pole-vaulting In R&D through Innovations for Defence Excellence) ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ્ય આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતીય નૌકાદળ માટે 75 સ્વદેશી ટેકનોલોજીનું ઉત્પાદન કરવાનો છે.
- આ સ્વાયત્ત સ્વોર્મ બોટ્સે વિવિધ કાર્યો જેમાં સમુદ્રશાસ્ત્ર, બાથમેટ્રી, હાઇડ્રોગ્રાફી, પર્યાવરણીય દેખરેખ, નૂર પરિવહન, શોધ અને બચાવ તેમજ લશ્કરી એપ્લિકેશન વિભાગમાં કાર્ય કરશે.
- આ સ્વોર્મ બોટ વિવિધ પ્રકારના શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે, જે દૂરસ્થ અથવા સ્વાયત્ત કામગીરી માટે સક્ષમ છે.
- તેઓ નૌકાદળ અને સુરક્ષા મિશનની શ્રેણીને ચલાવવા માટે સક્ષમ એક સંકલિત સિસ્ટમનો સમાવેશ કરે છે, જેમાં લિટોરલ/ઓડીએ પેટ્રોલ, હાઈ-સ્પીડ ઈન્ટરડિક્શન, કોસ્ટલ સર્વેલન્સ, લોકલ નેવલ ડિફેન્સ, કોન્સ્ટેબલરી ઓપરેશન્સ, C4ISR, મધ્યમ કદના માનવરહિત સરફેસ વેસલ અને લો-ઈનટેન્સનો સમાવેશ થાય છે.