નોબેલ પ્રાઇઝ 2023 Physiology / Medicine માટે Katalin Kariko અને Drew Weissman ને અપાયો.

  • તેઓને આ એવોર્ડ COVID-19 સામેની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર mRNA રસીઓ પરના તેમના અગ્રણી કાર્ય બદલ આપવામાં આવ્યો. 
  • Katalin Kariko નો જન્મ 1955 માં હંગેરીના સ્ઝોલનોકમાં થયો હતો.
  • તેણીએ વર્ષ 1982 માં સેજેડ યુનિવર્સિટીમાંથી PhD પ્રાપ્ત કરી અને વર્ષ 1985 સુધી સેજેડમાં હંગેરિયન એકેડેમી ઓફ સાયન્સમાં પોસ્ટડોક્ટરલ સંશોધન કર્યું હતું.
  • Drew Weissman નો જન્મ 1959 માં લેક્સિંગ્ટન, મેસેચ્યુસેટ્સ, યુએસએમાં થયો છે અને તેમણે વર્ષ 1987માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી MD, PhD ની ડિગ્રી મેળવી હતી.
  • નોબેલ પુરસ્કાર એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે.
  • સ્વીડિશ ઉદ્યોગપતિ અને શોધક Alfred Nobel ના માનમાં નોબેલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ પુરસ્કારો આપવામાં આવે છે.
Caitlin Carico-Drew Weissman received Nobel Prize for Medicine

Post a Comment

Previous Post Next Post