- World Space Week ની શરૂઆત યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 1999માં કરવામાં આવેલ જેની વાર્ષિક ઈવેન્ટ 4 થી 10 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવે છે.
- WSW ની શરૂઆતની તારીખ પ્રથમ માનવ નિર્મિત પૃથ્વી ઉપગ્રહ તરીકે 4 ઑક્ટોબરની પસંદગી સ્પુટનિક 1 જેને 4 ઓકટોબર, 1957 દિવસે સોવિયેત સંઘ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
- જ્યારે 10 ઓકટોબર, 1967ના રોજ યુએન સ્પેસ ટ્રીટીની જેમાં યુનાઈટેડ નેશન્સ 'બાહ્ય અવકાશના સંશોધન અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ' અમલમાં આવી હતી તેથી અંતિમ તારીખ 10 ઓકટોબર રાખવામાં આવે છે.
- વર્લ્ડ સ્પેસ વીક 2023 ની થીમ “Space and Entrepreneurship” રાખવામાં આવી છે. આ થીમ વ્યાપારી અવકાશ ઉદ્યોગના વિકસતા લેન્ડસ્કેપ અને તેના વધતા પ્રભાવને દર્શાવે છે.
- આ સપ્તાહની ઉજવણીમાં United Nations Committee on the Peaceful Uses of Outer Space (COPUOS) WSW દરમિયાન થતી ઘટનાઓ અને પ્રવૃત્તિઓના આયોજન અને સંચાલનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. United Nations Office for Outer Space Affairs (UNOOSA) એ વૈશ્વિક સ્તરે WSW ના અમલીકરણના સંકલન અને સમર્થન માટે જવાબદાર છે.