- Skyroot કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ 'Vikram-1' એ ટેકનોલોજીની રીતે અદ્યતન multi-stage launch vehicle વ્હીકલ છે જેની પેલોડ ક્ષમતા આશરે 300 કિગ્રાથી લો અર્થ ઓર્બિટ છે.
- તે 3D પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનથી સજ્જ all-carbon-fiber-bodied રોકેટ છે.
- Vikram-1 ની રચના બહુવિધ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા માટે કરવામાં આવી છે, જે ભારત માટે પ્રથમ અને વૈશ્વિક સ્તરે પ્રથમ પૈકી એક છે.
- 18મી નવેમ્બર, 2022ના રોજ વિક્રમ-એસ રોકેટના વિજયી પ્રક્ષેપણ પછી આ રોકેટ સ્કાયરૂટના બીજા સફળ પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કરે છે.
- આ લોન્ચિંગ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. સિંઘ દ્વારા હૈદરાબાદમાં સ્કાયરૂટ એરોસ્પેસના નવા વૈશ્વિક હેડક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું નામ MAX-Q છે.
- MAX-Q અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જેમાં ઈન્ટિગ્રેટેડ ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને સ્પેસ લોંચ વાહનો માટે પરીક્ષણ સુવિધાઓનો સમાવેશ થાય છે.