- અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા પ્રતિષ્ઠિત White House National Medal for Technology and Innovation and the National Medal of Science અનુક્રમે અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશને એનાયત કરવામાં આવ્યા.
- સિવિલ અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના પ્રતિષ્ઠિત પ્રોફેસર અશોક ગાડગીલને વ્હાઈટ હાઉસ નેશનલ મેડલ ફોર ટેકનોલોજી અને ઈનોવેશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓને વિકાસશીલ સમુદાયો માટે નવીન ઉકેલો શોધવાના પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓએ સલામત પીવાનું પાણી, ઉર્જા-કાર્યક્ષમ સ્ટોવ અને સસ્તું ઇલેક્ટ્રિક લાઇટિંગ જેવા દબાણયુક્ત મુદ્દાઓને ઉકેલવા માટે ઓછી કિંમતની તકનીકો વિકસાવી છે.
- ઉપરાંત બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર સુબ્રા સુરેશને National Medal of Science એનાયત કરવામાં આવ્યો હતો, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં વૈજ્ઞાનિકોને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે.
- તેઓએ National Science Foundation (NSF) નું નેતૃત્વ કરનાર પ્રથમ એશિયન મૂળના અમેરિકન બનીને ઈતિહાસ રચ્યો હતો.