- આ પ્રતિમા સ્થાપવાનો નિર્ણય સચિન તેંડુલકરના 50માં જન્મ દિવસના દિવસે લેવામાં આવ્યો હતો.
- આ પ્રતિમા સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે MCA (મુંબઈ ક્રિકેટ એસોસિએશન) દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.
- આ પ્રતિમામાં આ મહાન બેટ્સમેનને શોટ રમતી મુદ્રામાં બતાવવામાં આવ્યો છે અને તે સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સ્થાપિત કરવામાં આવી છે.
- સચિન તેંડુલકરે 10 વર્ષ પહેલા એટલે કે નવેમ્બર 2013માં વાનખેડે સ્ટેડિયમમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
- તેંડુલકરે આ મેદાન પર 2011નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો.