મહારાષ્ટ્ર સરકાર દ્વારા અભિનેતા વિક્રમ ગોખલેની યાદમાં મુંબઈની સ્ટ્રીટનું નામકરણ કરવામાં આવશે.

  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવંગત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા-દિગ્દર્શક વિક્રમ ચંદ્રકાંત ગોખલેના સન્માનમાં અંધેરી વેસ્ટ, મુંબઈમાં એક શેરીનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી.
  • આ પસંદ કરેલ શેરી ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે Cine & Television Artistes’ Association (CINTAA) અને CAWT ના નવા હેડક્વાર્ટરની બાજુમાં છે, જેનું ગયા મહિને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • વિક્રમ ગોખલેનું ગયા વર્ષે 77 વર્ષની વયે અવસાન થયું હતું, તેમણે વર્ષ 2017 થી 2022 સુધી CINTAAના ભૂતકાળના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
  • તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મહિલા અભિનેત્રી, સુપ્રસિદ્ધ દુર્ગાબાઈ કામત-ગોખલેના પ્રપૌત્ર હતા, જેનું વર્ષ 1997માં પુણેમાં 117 વર્ષની વયે અવસાન થયું હતું. 
  • 'મોહિની ભસ્માસુર' (1913) માં પ્રથમ મહિલા લીડ, ભારતીય સિનેમાના પિતા, ધુંડીરાજ ગોવિંદ ફાળકે, ઉર્ફે દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવેલી બીજી ફિલ્મ, જે તેમની પ્રથમ ફીચર ફિલ્મ હતી અને 'રાજા હરિશ્ચંદ્ર' (1913) બીજી ફિલ્મ હતી.
  • ઉપરાંત દુર્ગાબાઈની પુત્રી કમલા એ જ ફિલ્મ (મોહિની ભસ્માસુર) માં પ્રથમ મહિલા બાળ અભિનેત્રી બની હતી.
  • ફિલ્મ ઉદ્યોગમાં ગોખલેની કારકિર્દી 'પરવાના' અને 'માઈ મૌલી' અનુક્રમે હિન્દી અને મરાઠી બંને વર્ષ 1971માં રિલીઝ થઈ હતી.
  • તેઓએ 'યે હૈ જિંદગી' (1977), 'પ્રેમ બંધન' (1979), 'ઈન્સાફ' (1987), 'સલિમ લંગડે પે મત રો', 'એલાન-એ-જંગ' જેવી ઘણી મોટી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી  ઉપરાંત 'ઈશ્વર' (1989), 'અગ્નિપથ' અને 'થોડાસા રૂમાની હો જાયે' (1990), 'ખુદા ગવાહ' (1992), 'લાડલા' (1994), 'હમ દિલ દે ચૂકે સનમ' (1999), 'લવ એટ ટાઈમ્સ સ્ક્વેર' (2003), 'લકી: નો ટાઈમ ફોર લવ' (2005), 'દે દના દાન' (2009), 'અબ તક છપ્પન-2' (2015), 'ટ્રાફિક' (2016), 'હિચકી' (2018) અને 'મિશન મંગલ' (2019) વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 
  • આ સિવાય તેઓએ મુખ્ય મરાઠી અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી અને બંને ભાષાઓમાં ઘણી ટેલિવિઝન સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર (2011), રાષ્ટ્રીય પુરસ્કાર (2012), અખિલ ભારતીય મરાઠી ચિત્રપટ મહામંડળનો ચિત્ર ભૂષણ એવોર્ડ (2015-2017) મહારાષ્ટ્ર સરકારનો વી. શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (2017), મરાઠી ફિલ્મફેર એવોર્ડ (2017) જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Mumbai Street to be Named in Memory of Actor Vikram Gokhale

Post a Comment

Previous Post Next Post