- આ સ્પર્ધામાં હરિયાણાએ રાજસ્થાનની ટીમને 30 રનથી પરાજય આપ્યો હતો.
- વર્ષ 2023ની આ ટ્રોફીની મેચ રાજકોટ ખાતેના "સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ" ખાતે રમાઇ હતી.
- ગયા વર્ષે આ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમનો વિજય થયો હતો જેણે મહારાષ્ટ્રની ટીમને પરાજય આપ્યો હતો.
- વિજય હઝારે ટ્રોફીની શરુઆત વર્ષ 1993-94થી કરવામાં આવી હતી.
- આ રમતને વન-ડે રણજી ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ગુજરાત આ ટ્રોફીમાં વર્ષ 2015-16માં ચેમ્પિયન બન્યું હતું જેમાં તેણે દિલ્હીની ટીમને પરાજય આપ્યો હતો.
- સૌથી વધુ વાર વિજય હઝારે ટ્રોફી જીતવાવાળા રાજ્યોમાં તામિલનાડુ અને બંગાળ (5 વાર), કર્ણાટક (4 વાર), મુંબઈ (4 વાર) અને સૌરાષ્ટ્ર (2 વાર)નો સમાવેશ થાય છે.