- કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા દ્વારા એઈમ્સ ભોપાલ ખાતે ડ્રોન સ્ટેશન, ટ્રોમા અને ઈમરજન્સી માટે ઓટી કોમ્પ્લેક્સ, ડેક્સા સ્કેન અને કોબાસ 5800 ખાનગી વોર્ડનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું.
- રાયસેન જિલ્લાના ગોહરગંજ તાલુકામાં સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 60 કિલોમીટર દૂર, એઈમ્સ ભોપાલના ડ્રોન સ્ટેશનથી આવશ્યક દવાઓ પહોંચાડવા માટે પસંદ કરવામાં આવ્યું છે જેના હેઠળ જાન્યુઆરીમાં ડ્રોન ટેક્નોલોજીનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે.
- આગામી બે મહિનામાં દરેક જગ્યાએ ડ્રોનની સુવિધા લાગુ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
- આ સેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નોડલ ઓફિસર એઈમ્સના ડ્રોનના નોડલ ઓફિસરને ફોન કરીને દવાઓની જરૂરિયાત વિશે જાણ કરશે આ પછી દવાઓ સાથે ડ્રોનને રવાના કરવામાં આવશે.
- આ અગાઉ ટેક્નોલોજીનો ઉપયોગ ઉત્તરાખંડ અને મેઘાલયમાં સફળ રહ્યો.