- આ નિયમો હેઠળ થર્ડ અમ્પાયર સ્ટમ્પિંગ રિપ્લે તપાસ કરતી વખતે બેટની કિનારી તપાસશે નહીં.
- ત્યારબાદ અમ્પાયર સ્ટમ્પિંગ દરમિયાન વિકેટ પાછળના કેચની તપાસ કરશે નહિ જે મુજબ જો વિકેટકીપર સ્ટમ્પિંગ માટે અપીલ કરે છે, તો અમ્પાયર સાઇડ-ઓન કેમેરાની મદદથી જ રિપ્લે જોશે જેથી બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક શોધી શકાય.
- આ સિવાય કન્કનશન રિપ્લેસમેન્ટના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે આ ફેરફારો 12 ડિસેમ્બર, 2023થી અમલમાં આવશે.
- ICC દ્વારા બોલર કકન્કનશન રિપ્લેસમેન્ટ અંગે કરેલ ફેરફાર મુજબ આઉટ ઓફ ફેવર ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેની જગ્યાએ બદલાયેલ ખેલાડી પણ બોલિંગ કરી શકશે નહીં.
- ઉપરાંત જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો સપોર્ટ સ્ટાફને મેદાન પર સારવાર માટે માત્ર 4 મિનિટ આપવામાં આવશે.
- ICCના નિયમોમાં ફેરફારની સાથે BCCIએ ઘરેલુ ક્રિકેટના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ગયા વર્ષે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન, 'ડેડ બોલ' અને એક ઓવરમાં બે બાઉન્સર નાખવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે આ નિયમ રણજી ટ્રોફીમાં પણ લાગુ થશે. રણજી ટ્રોફીની નવી સિઝન 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છેડેડ બોલના નિયમ અનુસાર, જો ફિલ્ડિંગ કરનાર ટીમનો કોઈ સભ્ય અયોગ્ય મૂવમેન્ટ કરતો જોવા મળે તો બેટિંગ સાઇડની ટીમને પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવશે અને આવી સ્થિતિમાં જો બેટ્સમેન શોટ મારે છે તો તેને રન ગણવામાં આવશે નહિ.
- નવા નિયમ મુજબ ડેડ બોલ પર વાઈડ કે નો બોલ હશે તો તે બોલ પર રન ગણાશે.
- બોલિંગ છેડે ઉભેલા અમ્પાયરે લેગ અમ્પાયરને ડેડ બોલ આપવાનું કારણ તેમજ ફિલ્ડિંગ ટીમના કેપ્ટન અને બેટ્સમેનોને સમજાવવા પડશે.