- આ સફળતા બાદ હવે રાતના અંધારામાં પણ દેખરેખ અને દુશ્મનો પર નજર રાખી શકાશે.
- એરફોર્સે લદ્દાખની એરસ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગ માટે એડવાન્સ નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદ લીધી હતી.
- લેન્ડિંગ બાદ આર્મી કમાન્ડો ટેરેન માસ્કિંગ એક્સરસાઇઝ કરતા જોવા મળ્યા હતા.
- આ એક ખાસ પ્રકારનું સૈન્ય ઓપરેશન છે, જે દુશ્મનથી છુપાઈને મિશનને પૂર્ણ કરવા માટે હાથ ધરવામાં આવે છે.
- કારગીલ, લદ્દાખમાં એરસ્ટ્રીપ સમુદ્ર સપાટીથી 8,800 ફૂટથી વધુની ઊંચાઈએ છે આ વિસ્તાર ઉંચી ટેકરીઓ અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, તેથી અહીં ઉતરવું ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર 68 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે ઉપરાંત એરફોર્સની મદદથી લગભગ 90 ટેન્ક અને વેપન સિસ્ટમને પણ લદ્દાખ લઈ જવામાં આવી છે.
- C-130 એરક્રાફ્ટે સૌપ્રથમ 1954માં ઉડાન ભરી હતી, આ ચાર એન્જિનવાળા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યું હતું.
- આ એરક્રાફ્ટ રનવે વગર ટેકઓફ અને લેન્ડ કરી શકે છે જેમાં 80 સૈનિકો હથિયારો સાથે ઉડી શકે છે અને આ વિમાન દ્વારા 20 ટન સામાન લઈ જઈ શકાય છે.