- આ યોજના ફેબ્રુઆરી 2024ના પ્રથમ સપ્તાહથી અમલમાં આવશે.
- ઉલ્લેખનીય છે કે અસંખ્ય પરિવારોએ યોજનાની જાહેરાત થતાં અમલીકરણની અપેક્ષા છેલ્લા બે મહિનાથી તેમના વીજળીના બિલ ભરવાનું ટાળ્યું હતું આથી સરકાર દ્વારા અમલીકરણ માટેના સમયગાળાની જાહેરાત કરવામાં આવી.
- આ સાથે તેલંગાણા સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે વ્યક્તિઓએ ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024ના બિલ ભરેલ હશે તેઓ જ આ યોજના માટે પાત્ર રહેશે.
- આ યોજનાના ભાગ રૂપે, ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધરાવતા દરેક પરિવારને ફેબ્રુઆરીથી 200 યુનિટ વીજળી મફતમાં મળશે.
- 200-યુનિટ થ્રેશોલ્ડની અંદર વીજળીનો વપરાશ ધરાવતા પરિવારો માટે, ત્યાં કોઈ વીજળી ચાર્જ રહેશે નહીં.