- આ ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે જે કાર્યક્રમ ચાર દિવસ ચાલનાર છે.
- આ કાર્યક્રમમાં ભારતની પારંપરિક કલા, શિલ્પ અને સંસ્કૃતિઓના મિશ્રણથી પૂર્વોત્તર ભારતની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરવામાં આવશે.
- આ મહોત્સવમાં પૂર્વોત્તરના પ્રત્યેક રાજ્ય માટે આઠ સ્ટૉલ રખાશે જેમાં 320થી વધુ કારીગરો, ખેડૂતો, ઉદ્યમીઓ વગેરેની ભાગીદારી કરાશે.
- આ સિવાય મહોત્સવમાં પૂર્વોત્તર રાજ્યોના પારંપરિક નૃત્ય પ્રદર્શિત કરાશે.
- પૂર્વોત્તર રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
- પૂર્વોત્તરના તમામ રાજ્યોના એક એક ઉપનામ છે જેમાં અરુણાચલ પ્રદેશ (Dawn-lit Mountains), અસમ (Gateway to North East), મણિપુર (Jewel of India), મિઝોરમ (Land of Blue Mountains), મેઘાલય (Abode of Clouds), નાગાલેન્ડ (Land of Festivals), સિક્કિમ (Himalayan Paradise) અને ત્રિપુરા (Land of Diversity) કહેવામાં આવે છે.