કેન્દ્ર સરકાર દ્વારા અર્થશાસ્ત્રી મનોજ પાંડાને 16માં નાણાં પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
byTeam RIJADEJA.com-
0
Artha Global ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિરંજન રાજાધ્યક્ષે કમિશનમાં જોડાવાની અસમર્થતા દર્શાવ્યા બાદ પાંડાની નિમણૂક કરવામાં આવી છે.
Institute of Economic Growth ના ભૂતપૂર્વ ડિરેક્ટર મનોજ પાંડાને 16મા નાણાપંચ (16th Finance Commission) ના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ ચાર્જ સંભાળ્યાની તારીખથી રિપોર્ટ સબમિટ થાય ત્યાં સુધી અથવા 31 ઓક્ટોબર, 2025 સુધી (જે પહેલા હોય તે) આ પદ સંભાળશે.
અરવિંદ પનાગરિયાના નેતૃત્વ હેઠળના 16મા નાણાં પંચમાં 4 સભ્યો છે તેમાં ભૂતપૂર્વ ખર્ચ સચિવ અજય નારાયણ ઝા અને નિવૃત્ત અમલદાર એની જ્યોર્જ મેથ્યુનો કમિશનના પૂર્ણ-સમયના સભ્યો તરીકે સમાવેશ થાય છે, જ્યારે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ પાર્ટ-ટાઇમ સભ્ય છે.
નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે, જે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો અંગે સૂચનો આપે છે.
કેન્દ્ર સરકાર દ્વારા 31મી ડિસેમ્બર, 2023ના રોજ અરવિંદ પનાગરિયાની અધ્યક્ષતામાં 16મા નાણાં પંચની રચના કરવામાં આવી.
કમિશન 31 ઓક્ટોબર, 2025 સુધીમાં તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કરશે. નાણાપંચનો આ રિપોર્ટ 1 એપ્રિલ, 2026થી પાંચ વર્ષ માટેનો રહેશે.
16મા નાણાં પંચની પ્રથમ બેઠક 14 ફેબ્રુઆરી, 2024ના રોજ મળી હતી.