ડોમરાજુ ગુકેશ ચેસ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો.

  • ભારતના 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડોમરાજુ ગુકેશ ટોરોન્ટોમાં કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને તે વિશ્વ ખિતાબ જીતવા માટે રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો. 
  • વર્ષ 1984માં રશિયન ખેલાડી ગેરી કાસ્પારોવે 22 વર્ષની સૌથી નાની ઉંમરમાં આ ટુર્નામેન્ટ જીતી હતી.
  • ડી. ગુકેશે ટૂર્નામેન્ટની છેલ્લી મેચમાં અમેરિકાના હિકારુ નાકામુરા સામે ડ્રો મેચ રમી હતી.
  • આ ટુર્નામેન્ટ જીતવા બદલ ગુકેશને 88,500 યુરો (અંદાજે રૂ. 78.5 લાખ)નું રોકડ ઇનામ પણ મળ્યું.
  • આ ટુર્નામેન્ટ જીતનાર ગુકેશ બીજો ભારતીય છે, પ્રથમ વિશ્વનાથન આનંદ છે.
  • વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે વર્ષ 2014માં આ ટુર્નામેન્ટ જીતી હતી, જ્યારે તે 45 વર્ષના હતા.
  • ગુકેશે ગયા વર્ષે ચીનમાં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • તેને અત્યાર સુધીમાં 5 ગોલ્ડ એશિયન યુથ ચેમ્પિયનશિપ જીતી છે.
  • વર્ષ 2019 માં ભારતનો સૌથી યુવાન અને વિશ્વનો બીજો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો.
  • વર્ષ 2015માં એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર-9 ટાઈટલ જીતીને કેન્ડીડેટ માસ્ટર બન્યો હતો.
indian teenage Gukesh to challenge China’s Ding for world chess title

Post a Comment

Previous Post Next Post