- Tata Advanced Systems Ltd (TASL) કે જે aerospace અને defence solutions માં નિષ્ણાત છે, તેના દ્વારા વિશ્વમાં high-resolution satellite imagery ના અગ્રણી પ્રદાતા સેટલોજિકના સહયોગથી આ સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
- ભારતના પ્રથમ private sector-built sub-meter resolution Earth observation અથવા surveillance satellite TSAT-1A ની લો-અર્થ ભ્રમણકક્ષા (low-Earth orbit) માં સ્થાપિત કરવામાં આવ્યું.
- આ સેટેલાઇટ એલોન મસ્કના SpaceX Falcon 9 rocket દ્વારા કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
- કર્ણાટકમાં TASL ની વેમાગલ સુવિધામાં TSAT-1A એસેમ્બલ કરવામાં આવ્યો હતો.
- તે લગભગ 0.7-0.8-મીટર રિઝોલ્યુશન ધરાવે છે, જે સોફ્ટવેરનો ઉપયોગ કરીને 0.5 થી 0.6-મીટર સુપર રિઝોલ્યુશન સુધી વધારવામાં આવશે.
- તે નીચી-પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને તેનું વજન 50 કિલોથી ઓછું છે.