કેન્દ્ર સરકાર દ્વારા વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીને ભારતીય નૌકાદળના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • દિનેશ ત્રિપાઠી વર્તમાન નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારનું સ્થાન લેશે. તેઓ 30 એપ્રિલે નિવૃત્ત થશે. 
  • તેઓ અગાઉ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે.
  • તેઓને 1 જુલાઈ 1985ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન આપવામાં આવ્યું હતું.
  • તેમની 39 વર્ષની લાંબી કારકિર્દીમાં, તેમણે ભારતીય નૌકાદળના ઘણા મહત્વપૂર્ણ કાર્યો પર કામ કર્યું છે.
  • તેઓને 4 જાન્યુઆરી 2024 ના રોજ, તેમને નૌકાદળના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • તેઓ નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર રહી ચૂક્યા છે.
  • તેમણે ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મુંબઈના એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રિન્સિપલ વોરફેર ઓફિસર તરીકે પણ સેવા આપી છે.
  • તેઓએ INS કિર્ચ, ત્રિશુલ અને વિનાશ જેવા નૌકાદળના જહાજોને પણ કમાન્ડ કર્યા છે.
  • તેઓને અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નેવી મેડલ મળેલ છે.
Vice Admiral Dinesh Kumar Tripathi appointed as the next Chief of the Naval Staff

Post a Comment

Previous Post Next Post