ગુજરાત રાજ્યમાં માત્ર રમતગમતના જ માલસામાનનું ઉત્પાદન થાય તેવું ક્લસ્ટર બનાવાશે.

  • આ પ્રકારનું ક્લસ્ટર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે સ્થપાશે. 
  • સાથોસાથ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ફિઝિકલ એજ્યુકેશનના જે નવા કોર્સ શરુ કરાયા છે તેનું પણ વિસ્તરણ કરવામાં આવશે. 
  • હાલ ગુજરાતમાં 19 જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કાર્યરત છે તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓને ઓલિમ્પિક માટે તૈયાર કરવાના ઉદેશ્યથી 'શક્તિદૂત' યોજના અમલમાં છે. 
  • આ યોજનામાં ઓલિમ્પિક 2024 અને 2028ના સંભવિત ખેલાડીઓને વાર્ષિક રુ. 25 લાખની મહત્તમ મર્યાદામાં તેમજ અન્ય ખેલાડીઓને વાર્ષિક રુ. 5 લાખની મહત્તમ મર્યાદા અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓને વાર્ષિક રુ. 2.5 લાખની મહત્તમ મર્યાદા સાથે સહાય આપી તૈયારી કરાવવામાં આવી રહી છે. 
  • આ સિવાય દરેક ખેલાડીઓને રુ. 5 લાખના મેડિક્લેઇમ અને રુ. 5 લાખના અકસ્માત વીમાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
sports

1 Comments

Previous Post Next Post